જીવનમાં ધન પ્રાપ્તિ(આર્થિક સધ્ધરતા) ના યોગ

જીવનમાં ધન પ્રાપ્તિ(આર્થિક સધ્ધરતા) ના યોગ
અત્યારે હાલમાં દરેકના મનમાં ઉદભવતો પ્રશ્ન. મારી કુંડળીમાં ધનયોગ છે? હું આર્થિક રીતે સધ્ધર ક્યારે થઈશ? મારા નસીબમાં ધન સુખ છે કે નહી?ધન એટલે આર્થિકતા, રોકડ વ્યવહાર, બેંક-બેલેન્સ, ઝર-ઝવેરાત, સોનું-ચાંદી, હીરા-માણેક, સ્થાવર જંગમ-મિલકત વગેરે. . . . .
ધન માટે બીજો ભાવ જોવાય. કુંડળીમાં જેટલા ધનયોગ વધારે બળવાન થયેલા હોય એટલો વધુ ધનલાભ.
લાભેશ તથા ધનેશ નો સંબધ જેટલો વધારે નજીકનો થયેલ હોય તેટલો વધારે ફળદાયક. તેઓ જો દ્રષ્ટિ સંબંધ કરતા હોય તો પણ આ યોગ થયો ગણાય. પરંતુ દ્રષ્ટિ નો સંબંધ, યુતિના સંબંધ જેટલો ફળદાયી હોતો નથી. લાભેશ અને ધનેશ ઉપર જો ગુરુ ની દ્રષ્ટિ હોય તો અત્યંત ધનસંપત્તિ આપે છે.
બીજા સ્થાનનો અધિપતિ જો ઉચ્ચનો કે મૂળત્રિકોણ નો હોય તો ધનવાન કરે છે. બીજા ભાવે રહેલો હોય ગુરુ સારું ધન આપે છે. જો કર્મભાવ પર ગુરુ હોય તો બીજા ભાવ પર દ્રષ્ટિ પડવાથી રોકડઆવક સારી આપે છે. આઠમે અને છઠ્ઠે રહેલ ગુરુ ની પણ બીજા ભાવ પર દ્રષ્ટિ પડવાથી રોકડ આવક રહે છે. બીજા ભાવમાં ગુરુ સિવાયના શુભગ્રહો પણ આર્થિક બાબતો માટે સારા ગણાય છે. બુધ, શુક્ર, ચંદ્ર બીજા ભાવમાં સ્વગૃહી, ઉચ્ચના કે મિત્ર રાશના હોય તો ઘણું શુભ પરિણામ આપે છે. ચંદ્ર-મંગળ યુતિ પણ આર્થિક લાભ આપે છે. લાભેશ તથા ભાગ્યેશની યુતિ, ધનેશ તથા લાભેશનું પરિવર્તન ધનલાભ આપે છે. લગ્નેશ તથા ધનેશની ચુતિ, જો પરિવર્તન થયું હોય તો અચાનક ધન પ્રાપ્ત થાય  છે. ધનેશ સાથે પંચમાધિપતિ નો સંબંધ. ધનેશ ભાગ્યમાં તથા  ભાગ્યેશ ધનભાવમાં. જન્મલગ્નથી છઠ્ઠા,લગ્નથી દસમા તથા અગિયારમાં સ્થાનમાં શુભગ્રહો નું હોવું. એજ પ્રમાણે ચંદ્રલગ્નથી પણ જોવું. ધનેશ લાભ સ્થાનમાં, લાભેશ ધન સ્થાનમાં. લગ્નેશ લાભમાં અને લાભેશ લગ્નમાં. આ કેટલા બળવાન છે તથા તેના વિરોધી યોગો થયા છે કે નહી તે પણ જોવું જરૂરી છે.
કેમ કે કેટલીય કુંડળીમાં આવા સુપ્રસિધ્ધ ધનયોગો થયેલા હોવા છતાં માણસ ધન માટે તકલીફ ભોગવતો હોય તેવું જોવા મળ્યું હોય તો એ ઉપરથી એવું ન માનવું કે જયોતિષ ના આ નિયમો ખોટા છે. એ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે કુંડળીમાં દારિદ્વયોગ પ્રબળ હશે. વિષયોગ થયો હશે, સાથે એ પણ જેનું ભાગ્ય જ નબળું પડતું હોયત્યારે આ બધા યોગ નકામા છે.

જ્યારે પણ આવા ધનયોગ થયા હોય પરંતુ જો લગ્ન, 9મું, 10મું અને 11મું એ દરેક સ્થાનમાં જો અષ્ટક વર્ગના બિંદુ ની સખ્યા 30 કરતાં ઓછી હોય તો જાતક ગરીબ, રોગી તથા સ્વભાવે ક્રોધી હોય છે. જો આ યોગમાં જણાવેલ ચારેય સ્થાનોમાંનાં બિંદુની સંખ્યા 19 થી 22 ની વચ્ચે હોય અને પાપ ગ્રહો ત્રિકોણ સ્થાનમાં હોય તો જાતકને સુખનો અભાવ હોય છે.

ગુરુ જે સ્થાનમાં પડયો હોય તે સ્થાનમાંથી બિંદુની સંખ્યાથી સૂચવાતા વર્ષના સમયગાળા માં ધનલાભ મળે છે. જો 12 મા સ્થાન કરતાં 11 માં સ્થાનમાં વધારે બિંદુઓ હોય અથવા 12માં સ્થાનમાં 11 માં સ્થાન કરતા ઓછા બિંદુઓ હોય તો જાકત પૈસાવાળો હોય છે. જો એથી ઉલટું હોય તો જાતક આર્થિક રીતે સંકડામણ  ભોગવનારો હોય છે. જો 11મા ભાવમાં 10 માં ભાવ કરતા વધુ બિંદુઓ હોય તો જાતક મહેનતના પ્રમાણમાં વિશેષ ધન પેદા કરે છે. લગ્ન, રજા, 4થા, 9મા, 10મા અને 11મા સ્થાનમાં પડેલા બિંદુઓનો સરવાળો કરો. જો આ સંખ્યા 164 કરતા વધુ હોય તો જાતક સુખી તથા ખર્ચ કરતા વધુ આવકવાળો હોય છે. લગ્નમાં જો 25 કરતાં વધુ બિંદુઓ હોય અને 9મા ભાવમાં 29 કરતાં વધારે બિંદુઓ હોય અને આ બંને ભાવોને અશુભ ગ્રહ સાથે કોઈપણ રીતે સંબંધ ન હોય તો તેવા જાતકને અચાનક ધનલાભ મળે છે. એવું પણ જોવામાં આવ્યું છે કે લગ્નેશ તથા ધનેશની યુતિ જો લગ્નમાં થતી હોય તો પણ જાતકને એટલો ધનલાભ થતો નથી જેટલો થવો જોઈએ કેમકે  ધનેશ એ પોતાના થી બારમે એટલે કે તે ધનનો વ્યય બતાવે છ. એટલે ધન ભાવને નિર્બળ બનાવે છે.
11મો, 9મો અને 2જો ભાવ શુભ થતાં હોય તો જીવનમાં આર્થિક બાબતો પરત્વે શુભફળ    મળે છે. બીજા ભાવનો કારક ગુરુ છે. તેથી ગુરુ કોઈપણ ભાવમાં રહીને બળવાન થતો હોય તો તે ધનલાભ આપે છે.
પરંતુ કારક ગુરુ જો નબળો પડતો હશે તો તે તેના કારકત્વ મુજબ ફળ આપશે. જોઈએ એવો ધનલાભ ન થઈ શકે. રજો, 6ટ્ઠો, 10મો, 11મો  આ ભાવોની સંયુક્ત દશા કે અંતરદશામાં જાતકને સારો એવો ધન લાભ થાય છે.
જે ગ્રહની દશા આવતી હોય તે જ. કું. ના આર્થિકસ્થાનો સાથે સંબધિત હોય તો જાતક આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરે છે. અને આર્થિકતાના કારક ગુરુ-શુક્ર પણ બળવાન હોવા જરૂરી છે.

એક બાબત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગમે તેટલા ધનયોગ થયા હોચ, ગમે તેટલા સત્તા કે અધિકારના યોગ થયેલ હોય પરંતુ કુંડળીમાં જો ભાગ્યના યોગ નહીં થયેલા હોય તો આ બધા જ યોગો નકામા છે. અને દશા-અંતરદશા તથા અનુકૂળ ગોચર વગર બધું નકામું છે. જો એવી દશા જ ના આવતી હોય તો પણ જાતકને સારો (અતિ)એવો ધનલાભ મળતો નથી.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s